Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાવલીમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા બાદ જાહેરસભા યોજાઈ

રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના સીનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોત મધ્ય ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. અશોક ગેહલોતે આંકલાવમાં પરિવર્તન સંકલ્પ સંમેલનમાં હાજરી આપી અને સાથે જસાવલી ખાતે આજ રોજ કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના નેતૃત્વમાં આવી પહોંચી હતી જેમાં સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારે ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યુ
સાવલીમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા બાદ જાહેરસભા યોજાઈ
રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના સીનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોત મધ્ય ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. અશોક ગેહલોતે આંકલાવમાં પરિવર્તન સંકલ્પ સંમેલનમાં હાજરી આપી અને સાથે જસાવલી ખાતે આજ રોજ કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના નેતૃત્વમાં આવી પહોંચી હતી જેમાં સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારે ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું 
સંબોધનમાં અશોક ગહેલોત દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પર ભારે આંકરા પ્રહારો કર્યા હતા જેમાં તેઓએ પ્રસંગિક પ્રવચનમાં મોરબી કાંડ લઠ્ઠાકાંડ અને કોરોના વેળાએ પ્રજાને પડેલી હાડમારી નો ઉલ્લેખ કર્યો હતો અને મોદી સરકાર પર ભારે આક્ષેપો લગાવ્યા હતા જ્યારે સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રા નું ટ્વીટર હેન્ડલ બ્લોક કર્યાના આક્ષેપ લગાવ્યો હતો અને મોદી સરકાર ઈ ડીનો બેફામ ઉપયોગ કર્યાનો દાવો કર્યો હતો 
અશોક ગહેલોતે  કહ્યું  કે  પેગાસીસ મુદ્દે પણ સુપ્રીમ કોર્ટમાં ગોળ ગોળ જવાબ સરકાર આપતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો સાથે સાથે દેશમાં કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાય છે અને સરકારો બને છે કરોડો રૂપિયામાં ધારાસભ્યો ખરીદીને સરકારો ઉથલાવી પાડે છે અને પંજાના નિશાન પર જીતનાર ધારાસભ્યોને વેચાતા શરમ પણ આવતી નથી તેવો ટોણો માર્યો હતો. જ્યારે કેજરીવાલ ને ઓફર કરવામાં આવી છે તેમના એક મંત્રીને છોડી દેવાની વાત મુદ્દે અને મનીષ સિસોદિયાને મુકવાનો ભાજપ તરફથી ઓફર મુદ્દે નામ જાહેર કરવા અશોક ગહેલોતે પડકાર ફેંક્યો હતો 

અશોક ગહેલોતે કેજરીવાલ  પર કર્યા  પ્રહાર 
અશોક ગહેલોતે જણાવ્યું કે કેજરીવાલ કોંગ્રેસની જ યોજનાઓનો પ્રચારમાં ઉપયોગ કરી રહ્યા છે તેવું જણાવ્યું હતું સાથે સાથે તમામ પ્રજાલક્ષી યોજના નો અમલ કરનારું દુનિયાનુ એકમાત્ર રાજ્ય રાજસ્થાન જણાવ્યું હતું જ્યારે મોદી સરકારે બે કરોડ નોકરી સહિતના વિવિધ વાયદા મુદ્દે ભારે ફીરકી લીધી હતી સાથે છેલ્લા 27 વર્ષથી પ્રજા એ કોંગ્રેસનું શાસન જોયું જ નથી માટે એક વાર કોંગ્રેસને તક આપો તો પરિણામ દેખવા મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ગઈ વખતે ગુજરાતની જનતાએ તો સરકાર બદલવાનું મન બનાવી દીધું હતું અને કોંગ્રેસને સત્તાની નજીક લાવી દીધી હતી પરંતુ પોતાની પાર્ટીની જ કંઈક ભૂલ હોવાનો સ્વીકાર કર્યો હતો અને તેના કારણે તેઓ સત્તાથી દૂર રહી ગયા હોવાની કબુલાત કરી હતી સાથે સાથે મીડિયા ને પણ દબાવી દીધા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો ઇલેક્શન કમિશન પણ સરકારના દબાવમાં કામ કરતુ હોવાનું જણાવ્યુ હતુ..
ગુજરાત ની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.